Saturday, November 7, 2015

રેપોરેટ અને રિવર્સ રેપોરેટ એટલે શું ?

રિઝર્વ બેંક અન્ય બેંકો અને ફાઈનાન્સિયલ સંસ્થાઓને જે વ્યાજદરે નાણા આપે છે, તેને રેપોરેટ કહેવામાં આવે છે. કૉમર્શિયલ બેંકને જ્યારે ફંડની જરૂર પડે છે, અને શોર્ટ ટર્મ માટે નાણાંની જરૂર હોય ત્યારે તેઓ રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા પાસેથી નાણાં ઉધાર લે છે. રિઝર્વ બેંક જ્યારે આ બેંકોને નાણાં આપે છે, ત્યારે સિક્યોરિટી માંગે છે. જેથી ભવિષ્યમાં કોઇ જોખમ સામે રક્ષણ મળી શકે. ત્યારે બેંક કેટલીક સિક્યોરિટી (જેમાં મુખ્યત્વે બૉન્ડ ) આરબીઆઇને વેચી દે છે. અને શરત મુજબ પહેલાથી નક્કી કરવામાં આવેલા સમય પર તે પોતાની સિક્યોરિટી પરત લઇ લેશે.

કૉમર્શિયલ બેંક આરબીઆઇ પાસેથી નાણાં લે છે ત્યારે વ્યાજ પણ વસૂલ કરે છે. અને જે દરે વ્યાજ વસૂલવામાં આવે છે, તેને રેપોરેટ કહે છે. જ્યારે રિઝર્વ બેંક રેપોરેટમાં ઘટાડો કરે છે ત્યારે અન્ય બેંકોને રિઝર્વ બેંક માટે ઉધાર નાણાં લેવામાં આસાની રહે છે. અને જ્યારે રેપોરેટ વધારવામાં આવે છે ત્યારે આરબીઆઇ દ્વારા આપવામાં આવતાં નાણાં પર વધારે વ્યાજ ચૂકવવાનું રહે છે.

રિવર્સ રેપોરેટ

જ્યારે અન્ય બેંકો રિઝર્વ બેંકને જે દરે નાણાં આપે છે, તેને રિવર્સ રેપોરેટ કહે છે. જ્યારે બેંકિંગ સિસ્ટમમાં કેશ ફ્લો વધે છે, ત્યારે કૉમર્શિયલ બેંકો રિઝર્વ બેંકને નાણાં ઉધાર આપે છે. અને રિઝર્વ  બેંક તેના પર વ્યાજ ચૂકવે છે. જે દરે આરબીઆઇ વ્યાજ ચૂકવે તેને રિવર્સ રેપોરેટ કહેવામાં આવે છે.

આશિષ પટેલ.

No comments:

Post a Comment