Sunday, December 20, 2015

જાણો મોબાઈલ નેટવર્ક GSM, CDMA વિષે.

મિત્રો.....   જો તમે મોબાઈલ ફોન વાપરતા હશો તો તમે સીડીએમએ અને જીએસએમ આ બંને શબ્દો વિષે સાંભળ્યું જ હશે., પરંતુ આ છે શું...? આ મોબાઇલ ફોન નેટવર્કના બંને પ્રકાર છે, પૂરી દુનિયામાં તમામ મોબાઈલ આ બંને નેટવર્ક પર આધારિત છે. તો આવો આ બને નેટવર્ક વિશે માહિતી પ્રાપ્ત કરીએ.
GSM (ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ કમ્યૂનિકેશન) આ નેટવર્ક વિશ્વમાં સૌથી વધુ ઉપયોગ થતું મોબાઇલ નેટવર્ક છે. ત્યાં સુધી કે તમે પોતે પણ આ નેટવર્કનો ઉપયોગ કરતા હશો. અને એ જાણવું પણ ખુબજ સરળ છે...કે તમારો ફોન CDMA છે કે GSM, તમારા મોબાઈલ ફોનમાં સીમકાર્ડ આવે છે કે નહિ, જો સીમકાર્ડ આવે છે તો તમારો મોબાઈલ ફોન  GSM છે. અને સીમકાર્ડ નથી આવતો તો તમારો મોબાઈલ ફોન CDMA છે.
CDMA એટલે કે (કોડ ડીવીઝન મલ્ટીપલ એક્સેસ) આ પ્રકારના નેટવર્ક પર જે મોબાઈલ કામ કરે છે, તે મોબાઈલમાં સીમકાર્ડ નથી આવતું હોતું. છતાં પણ લો સીમકાર્ડ આવે છે તો તે માત્ર તેજ કંપનીનું હોય છે જે કંપનીનો તમે મોબાઈલ લીધો હોય છે. જેમકે BSNL(WLL), Reliance, Idea, AirTel, Docomo વગેરે...વગેરે....

તમારો મોબાઈલ એકસાથે માત્ર એકજ નેટવર્ક ને સપોટ કરશે. જેમકે.. CDMA અથવા GSM.
                          આભાર.

No comments:

Post a Comment