Thursday, February 11, 2016

પૌરાણિક સ્થાપત્ય ગોળ ગુંબજ




- ચાલો ફરવા
* ભારતનાં જાણીતાં પૌરાણિક સ્થાપત્યોમાંનું એક સ્થાપત્ય એટલે ગોળ ગુંબજ.
* ગોળ ગુંબજ કર્ણાટકના બીજાપુરમાં આવેલો છે.
* બીજાપુરના સુલતાન મોહમ્મદ આદિલ શાહે તે બંધાવ્યો હતો.
* ઈ.સ. પૂર્વે ૧૬૨૬માં ગુંબજનું નિર્માણકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું જે ૧૬૫૬માં પૂરું થયું હતું.
* આ ગુંબજની ડિઝાઇન યાકુત નામના ડિઝાઇનરે તૈયાર કરી હતી.
* આ ગુંબજ ૪૭.૫ મીટર ઊંચાઈ અને ૪૪ મીટર વ્યાસ ધરાવે છે. ગુંબજના ચારેય ખૂણા પર થાંભલા આવેલા છે. દરેક થાંભલા પર સાત ભાગમાં નાના નાના ઝરુખા બનાવવામાં આવ્યા છે.
* ગોળ ગુંબજ ૧૮,૦૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે.
* ૩૩.૨૨ મીટર ઊંચાઈ ધરાવતો આ ગુંબજ ૩.૨૫ મીટર પહોળી ગેલેરી ધરાવે છે. આ ગેલેરીને વ્હિસ્પરિંગ ગેલેરી તરીકે ઓળખવામાં આવે છે.
* પુરાતન સમયમાં આ ગેલેરીમાં સંગીતના કાર્યક્રમોનું આયોજન થતું અને આ ગેલેરીમાંથી રેલાતો ધ્વનિ ખૂબ જ શ્રાવ્ય બનતો. ગુંબજના દરેક ખૂણે એકદમ ધીમો અવાજ પણ સ્પષ્ટ રીતે સાંભળી શકાતો. આજે પણ જો ગુંબજના કોઈ ખૂણે રહીને તાળી પાડવામાં આવે તો તેનો પડઘો દસ ગણો મોટો સાંભળી શકાય છે.
* વિશ્વના સૌથી મોટા ડોમ એટલે કે ગુંબજ આકારનાં સ્થાપત્યોમાં ગોળ ગુંબજનો સમાવેશ થાય છે.

No comments:

Post a Comment