Tuesday, February 16, 2016

UNIT TEST S.S. प्रकरण ३ भारतमा राष्ट्रवाद.

સામાજિક વિજ્ઞાન,   ધોરણ: 8,   સત્ર: 2
પ્રકરણ - 3 ભારતમાં રાષ્ટ્રવાદ
પ્રશ્નપત્ર: A
કુલ પ્રશ્નો: 72  /   કુલ ગુણ: 72

1.વિશ્વમાં આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ ક્યાં થયો હત?
જવાબ: યુરોપમાં

2.અંગ્રેજોની કઈ નીતિએ ભારતને પાયમાલ કર્યુ?
જવાબ: આર્થિક નીતિ

3.અમેરિકન સ્વાતંત્ર્ય વિગ્રહમાંથી ભારતને શાની પ્રેરણા મળ?
જવાબ: લોકશાહીની

4.કઈ ક્રાંતિમાંથી ભારતને સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી?
જવાબ: ફ્રાન્સની

5.હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હત?
જવાબ: વ્યોમેશચન્દ્ર બેનરજી

6.'ભાગલા પાડો અને રાજ કરો' એ નીતિ કોણે અમલમાં મૂક?
જવાબ: લૉર્ડ કર્ઝને

7.બંકિમચંદ્રનું ક્યું ગીત બંગભંગના અંદોલનનો નારો બન્યુ?
જવાબ: 'વંદે માતરમ્'

8.'વંદે માતરમ્' નામનું રાષ્ટ્રીય ગીત બંકિમચંદ્રની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છ?
જવાબ: આનંદમઠ

9.બંગાળાના ભાગલાના અમલનો દિવસ ક્યા દિવસ તરીકે ઊજવવામાં આવ્ય?
જવાબ: 'શોકદિન'

10.આમાંથી કોણ મવાળવાદી નેતા ન હત?
જવાબ: લોકમાન્ય ટિળક

11.જહાલવાદના મુખ્ય નેતા કોણ હત?
જવાબ: લોકમાન્ય ટિળક

12.'સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તે મેળવીને જ જંપીશ.' આ મંત્ર કોણે આપ્યો હત?
જવાબ: લોકમાન્ય ટિળકે

13.'શેર-એ-પંજાબ' તરીકે કોણ જાણીતા બન્યા હત?
જવાબ: લાલા લજપતરાય

14.સાયમન કમિશનના વિરોધ પ્રદર્શન વખતે પોલીસના લાઠીચાર્જને કારણે કોનું અવસાન થયુ?
જવાબ: લાલા લજપતરાય

15.સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો હત?
જવાબ: કટકમાં

16.સુભાષચંદ્ર બોઝે ક્યો પક્ષ સ્થાપ્ય?
જવાબ: ફોરવર્ડ બ્લૉક

17.'આઝાદ હિંદ ફોજ'ની રચના કોણે કરી હત?
જવાબ: કૅપ્ટન મોહનસિંગે

18.'આઝાદ હિંદ ફોજ'ના વડા બન્યા પછી સુભાષબાબુ ક્યા નામે ઓળખાય?
જવાબ: નેતાજી

19.સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજને ક્યું સૂત્ર આપ્યુ?
જવાબ: 'ચલો દિલ્લી'

20.દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન કયા દેશ પર અણુબૉમ્બ ફેંકવામાં આવ્ય?
જવાબ: જાપાન

21.કયા પાશ્ચાત્ય પુરાતત્ત્વવિદે ભારતની સંસ્કૃતિની ગૌરવગાથાના અવશેષો શોધી કાઢ્ય?
જવાબ: કનિંગહામે

22.કયા નિવૃત્ત અંગ્રેજ અધિકારીના પ્રયત્નોથી હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ ?
જવાબ: એ. ઓ. હ્યુમના

23.હિંદી રાષ્ટ્રીય મહાસભાએ શરૂઆતમાં અંગ્રેજ સરકાર સમક્ષ કરેલી માગણીઓમાં નીચેનામાંથી કઈ માગણી ન હત?
જવાબ: અદાલતોમાં હિંદી ન્યાયાધીશો નીમવા.

24.વાઇસરૉય લૉર્ડ કર્ઝને બંગાળાના ભાગલા ક્યારે પાડ્ય?
જવાબ: ઈ.સ. 1905માં

25.ઈ.સ. 1901માં શાંતિનિકેતનમાં વિશ્વભારતી વિદ્યાલય કોણે શરૂ કર?
જવાબ: રવીન્દ્રનાથા ટાગોરે

26.જહાલવાદ એટલે શુ?
જવાબ: ઉગ્ર અને સક્રિય આંદોલનમાં માનનારા.

27.નીચેનામાંથી કોણ જહાલવાદી નેતા ન હત?
જવાબ: ગોપાલકૃષ્ણ ગોખલે

28.મવાળવાદ એટલે શુ?
જવાબ: નરમ કાર્યશૈલીમાં માનનારા.

29.અંગ્રેજ સરકારે કયા નેતા પર યુવાનોને હિંસક માર્ગે ઉશ્કેરવાનો આરોપ મૂક્યો હત?
જવાબ: બિપિનચંદ્ર પાલ

30.'મુસ્લિમ લીગ'ની સ્થાપના ક્યારે થઈ ?
જવાબ: ઈ.સ. 1906માં

31.ઈ.સ. 1916માં કૉંગ્રેસે અને મુસ્લિમ લીગે તેમનાં વાર્ષિક અધિવેશનો એકસાથે કયા શહેરમાં ભર્યા?
જવાબ: લખનૌમાં

32.સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હત?
જવાબ: ઈ.સ. 1897માં

33.ઈ.સ. 1938માં હરિપુરામાં અને ઈ.સ. 1939માં ત્રિપુરામાં ભરાયેલા કૉંગ્રેસ અધિવેશનના પ્રમુખ કોણ બન્યા હત?
જવાબ: સુભાષચંદ્ર બોઝ

34.સુભાષચંદ્ર બોઝે 'કામચલાઉ સરકાર'ની સ્થાપના કયાં કર?
જવાબ: સિંગાપુરમાં

35.સુભાષચંદ્ર બોઝે કઈ પ્રતિજ્ઞા લીધી હત?
જવાબ: 'હું ગુલામ હિંદુસ્તાનમાં પગ મૂકીશ નહિ.'

36.ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિનાં પરિબળો ખાસ કરીને ક્યારે વિકાસ પામ્ય?
જવાબ: ઇ.સ. 1857ના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ બાદ

37.આપણા દેશમાં આપણું રાજ્ય એટલે શુ?
જવાબ: સ્વરાજ્ય

38.અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ક્યાં લઈ જતા હત?
જવાબ: ઇંગ્લૅન્ડ

39.ભારતમાં અંગ્રેજ શાસન દરમ્યાન ક્યા માલ ઉપર વધુ જકાત લેવામાં આવતી હત?
જવાબ: હિંદમાં ઉત્પન્ન થયેલા

40.'બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી' નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતુ?
જવાબ: કોલકાતામાં

41.'બૉમ્બે એસોસિયેશન' નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતુ?
જવાબ: મુંબઈમાં

42.'મદ્રાસ નેટિવ સભા' નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતુ?
જવાબ: ચેન્નાઈમાં

43.'ઇન્ડિયન એસોસિયેશન' નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતુ?
જવાબ: કોલકાતામાં

44.'સાર્વજનિક સભા' નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતુ?
જવાબ: પૂણેમાં

45.હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના ક્યારે કરવામાં આવ?
જવાબ: ઈ.સ. 1885માં

46.હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનમાં કેટલાં પ્રતિનિધિઓએ હાજરી આપી હત?
જવાબ: 72

47.હિંદી રાષ્ટ્રીય મહાસભાની રજૂઆતને લીધે સરકારે શાના પરના નિયંત્રણો દૂર કર્ય?
જવાબ: અખબારો પરનાં

48.લોર્ડ કર્ઝને ઓરિસ્સા અને બિહાર પ્રદેશને બદલે બંગાળાના કયા ધર્મનીબહુમતી ધરાવતા વિસ્તારને અલગ કર્ય?
જવાબ: મુસ્લિમ

49.બંગાળના ભાગલા રદ કરવા માટેના આંદોલનને કયા નામે ઓળખવામાં આવે છ?
જવાબ: બંગભંગ આંદોલન

50.અંગ્રેજોને કઈ સાલમાં બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડ?
જવાબ: ઈ.સ. 1911માં

51.બંગાળામાં ઈ.સ. 1907માં અનુક્રમે કેટલી રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ શરૂ કરવામાં આવ?
જવાબ: 25, 300

52.બંગાળના ભાગલાની ચળવળનું લક્ષણ કયું હતુ?
જવાબ: આપેલા ત્રણેય

53.'લાલ, બાલ, પાલ'ની ત્રિપુટીથી કોણ ઓળખાતુ હતુ?
જવાબ: લાલા લજપતરાય, બાળ ગંગાધર, બિપિનચંદ્ર પાલ

54.લોકમાન્ય ટિળકે કયા બે ઉત્સવો ઊજવવાનું શરૂ કર્યુ?
જવાબ: ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિ

55.લોકમાન્ય ટિળકે મરાઠી ભાષામાં કયું વર્તમાનપત્ર શરૂ કર્યુ?
જવાબ: કેસરી

56.લોકમાન્ય ટિળકે અંગ્રેજી ભાષામાં કયું વર્તમાનપત્ર શરૂ કર્યુ?
જવાબ: મરાઠા

57.લાલા લજપરાયે કયા વર્તમાનપત્ર શરૂ કર્ય?
જવાબ: ધી પંજાબી અને ધી પ્યુપિલ

58.બિપિનચંદ્ર પાલે અનુક્રમે કયું સામયિક અને વર્તમાનપત્ર શરૂ કર્યુ?
જવાબ: ન્યૂ ઇન્ડિયા અને વંદેમાતરમ્

59.ઇ.સ. 1916માં પૂનામાં કોણે 'ઇન્ડિયન હોમરૂલ લીગ'ની સ્થાપના કર?
જવાબ: બાળ ગંગાધર ટીળકે

60.ઇ.સ. 1916માં મદ્રાસમાં કોણે 'હોમરૂલ લીગ'ની સ્થાપના કર?
જવાબ: ઍની બેસન્ટે

61.હોમરૂલ લીગની નામની સંસ્થાનો હેતું શું હત?
જવાબ: બંધારણીય માર્ગે ગૃહસ્વરાજ્ય મેળવવાનો

62.ઍની બેસન્ટે બ્રિટિશ સરકારને હિન્દને શું આપવા અનુરોધ કર્ય?
જવાબ: જવાબદાર રાજ્યતંત્ર અને ગૃહસ્વરાજ્ય

63.સુભાષચંદ્ર બોઝની માતાનું નામ શું હતુ?
જવાબ: પ્રભાવતી

64.સુભાષચંદ્ર બોઝના પિતાનું નામ શું હતુ?
જવાબ: જાનકીનાથ

65.સુભાષચંદ્ર બોઝ કેટલી વખત રાજકીય કેદી તરીકે પકડાય?
જવાબ: 11

66.આઝાદ હિંદ ફોજે શા કારણે પીછેહઠ કર?
જવાબ: પુરવઠાની તંગી અને ભારે વરસાદને કારણે

67.સુભાષચંદ્ર બોઝનું મૃત્યું કઈ રીતે થયુ?
જવાબ: વિમાન દુર્ઘટનાથી

68.જાપાન સરકાર સાથે કોને મતભેદ થતા આઝાદ હિંદ ફોઝમાંથી મોહનસિંગે રાજીનામું મૂક્યુ?
જવાબ: રાસબિહારી બોઝને

69.સુભાષચંદ્ર બોઝે ભારતને કયો મંત્ર આપ્ય?
જવાબ: 'જય હિંદ'

70.'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા.' આ સૂત્ર કોણે આપ્યું હતુ?
જવાબ: સુભાષચંદ્ર બોઝે

71.સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજમાં કેટલી લશ્કરી ટુકડીઓ ઊભી કરેલ?
જવાબ: 4

72.સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજમાં એક સ્ત્રી લશ્કરી ટુકડી ઊભી કરી તેનું નામ શું આપ્યું હતુ?
જવાબ: ઝાંસીની રાણી

*****


No comments:

Post a Comment