સમિક્ષા 54 તારીખ 23/9/15
2015-09-23 13:49:33
મધ્યપ્રદેશ સરકારે શિક્ષકો માટે એમ-શિક્ષા મિત્ર મોબાઈલ એપ્લીકેશનનો શુભારંભ કર્યો.
૧) મધ્યપ્રદેશ સરકારે શિક્ષકોની વિવિધ સેવાઓ તથા શૈક્ષણીક કાર્ય સંબધિત જાણકારી સરળતાથી મેળવી શકે તે માટે એમ-શિક્ષા મિત્ર નામથી સપ્ટેમ્બર 2015 થી આ મોબાઇલ એપ્લીકેશનનો પ્રારંભ કરેલ છે.
૨) શિક્ષકોને લાભાન્વિત કરનાર એપ્સ વિકસાવનાર રાજ્ય તરીકે મધ્યપ્રદેશ રાજ્ય દેશનું પ્રથમ રાજ્ય બનવા પામેલ છે.
૩) NIC દ્વારા તૈયાર કરાયેલ એમ-શિક્ષા મિત્ર મોબાઈલ એપ્સ એન્ડ્રોઇડ મોબાઈલ ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે.
૪) આ એપ્સથી શિક્ષકોને પગાર પહોંચ, વિભિન્ન યોજનાઓ, સ્કૂલોમાં મોક્લાવેલ સરકારી સહાય, વિદ્યાર્થી માટેની સ્કોલરશીપ વગેરેની જાણકારી મળી રહેશે.
૫) આ એપ્સથી ઓનલાઈન ફરિયાદ પણ કરી શકાશે, અને તેની જાણકારી પણ મેળવી શકાશે.
૬) એપ્સનો ઉપયોગ રજાની જાણકારી તથા ઈ- એટેન્ડેન્સ માટે પણ કરી શકાશે.
૭) એપ્સ ડાઉનલોડ કરવાથી શિક્ષકો એકબીજાને SMS પણ ફ્રી માં કરી શકશે, તથા 200 SMS મોકલવાની સુવિધા આપવામાં આવશે.
No comments:
Post a Comment