Friday, October 30, 2015

HOW TO TRACK EARTHQUACK FREQUENSY

ભૂકંપ ની તીવ્રતા કેવી રીતે માપવામાં આવે  છે?

મિત્રો પહેલાના સમય માં ભૂકંપ વિષે લોકોને બહુ અનુભવ ના હતો.પરંતુ અત્યાર ના સમય માં ભૂકંપ નું પ્રમાણ ઘણું વધી ગયું છે.ટીવી પર અને સમાચાર માધ્યમો માં ભૂકંપ વિષે અવારનવાર વાંચવા મળે છે.જયારે કોઈ જગ્યાએ ભૂકંપ થાય ત્યારે ભૂકંપ ની તીવ્રતા અને તેના એપીસેન્ટર વિશે વાંચવા મળે છે.પણ સામાન્ય લોકો ને આવા શબ્દો વિષે કઈ માહિતી હોતી નથી.

મિત્રો અહી આ પોસ્ટ માં ભૂકંપ વિષે,ભૂકંપ ની તીવ્રતા વિષે,એપીસેન્ટર વિષે વગેરે ની સરળ રીતે સમજુતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

ભૂકંપ માપવાના યંત્ર ને સાઈઝ્મોગ્રાફ કહે છે.જે મોટે ભાગે નીચે જેવું દેખાય છે.


આવા ભૂકંપ માપક યંત્રો ભારત માં અલગ અલગ જગ્યાએ વેધ શાળાઓ માં મુકવામાં આવેલ છે.આવા યંત્ર માં એક નળાકાર હોય છે જે ગોળ ગોળ ફરતું હોય છે.આ નળાકાર ને સ્પર્શે તે રીતે એક પેન પોઈન્ટર ગોઠવવામાં આવેલ હોય છે.જે અતિ સેન્સીટીવ હોય છે.જરા અમથી ધ્રુજારી પણ આ સોય રૂપી પેન ને ધ્રુજાવે છે.આ પેન નળાકાર પર એક લીંટી આંકે છે.નોર્મલ દિવસો માં આ લીટી સીધી રેખા બનાવે છે.પણ જયારે ભૂકંપ જેવી પરિસ્થિતિ ઉદભવે ત્યારે ભૂકંપ ની ધ્રુજારી ને લીધે આ સાધન ની  સોય રૂપી પેન પણ ધ્રુજે છે જેથી તે ફરતા નળાકાર પર આડી અવળી લીટીઓ આંકવાનું શરુ કરે છે જે આ નળાકાર પર વીંટાળેલ કાગળ પર અંકાય છે.બાદ માં આ કાગળ કાઢી લેવામાં આવે છે.જેને ભૂકંપ નું પ્રિન્ટ આઉટ કહે છે.જે મોટે ભાગે નીચે મુજબ નું દેખાય છે.


આવા પ્રિન્ટ આઉટ નો ઊંડાણ થી અભ્યાસ કરવામાં આવે છે.ભૂકંપ નું એપીસેન્ટર ભલે ગમે ત્યાં હોય,પરંતુ ભૂસ્તર શાસ્ત્રીઓ તેમના ભૂકંપ માપક યંત્ર વડે તેનું અંતર ,ભૂકંપ ની રીક્ટર માત્રા અને પછી તે માહિતીના આધારે બીજું ઘણું બધું જાણી લે છે.આના માટે એક સરળ રીત છે જે હવે પછી ના વર્ણન માં આપેલ છે.વર્ણન વાંચો ત્યારે સાથે સાથે નીચેની આકૃતિ પણ જોતા રહેજો જેથી માહિતી વધુ સરળ થઇ જશે.



અહી બતાવેલો સાઈઝમોગ્રાફ નો ભૂકંપ વખત નો પ્રિન્ટ આઉટ બતાવવામાં આવ્યો છે તેનું ધ્યાન પૂર્વક અવલોકન કરો.યંત્રની સોય અથવા પેન નું લાઈનીંગ કામ ડાબી બાજુ થી શરુ થયું છે.એટલે કે પેપર વીંટેલો નળાકાર રાઈટ ટુ લેફ્ટ ચોક્કસ ગતિએ હમેશ મુજબ ફરતો રહે છે.શરૂઆત માં આ પેન કંપી નથી,તેથી તેને પેપર પર લગભગ સીધી લીંટી આંકેલ છે.થોડી વાર બાદ જે ભૂકંપ થયો તેના P મોજા સૌ પહેલા વેધ શાળા સુધી પહોંચ્યા છે.આ મોજા રૂપી આંચકો આવ્યો કે તરત પેન માં ધ્રુજારી ઉત્ત્પન થઇ.અમુક સેકંડ વીતી પેપર વીંટાળેલ નળાકાર નું ફરવાનું ચાલુ જ છે.માટે P મોજા કાગળ પર અંકાતા રહ્યા.

સાઈઝમોગ્રાફને ત્યાર પછી S મોજાનો આંચકો મળે છે.કાગળ પર અંકાતી વાંકી ચુકી લીટીના એમ્પલીટ્યુડ માં (કંપ વિસ્તાર) અચાનક વધારો થયેલો જોવા મળે છે.એ પછી સપાટીના મોજાએ એમ્પલીટ્યુડને મેક્સીમમ લેવલે પહોચાડી દીધો છે.ભૂકંપ નું રુદ્ર સ્વરૂપ ત્યાર બાદ ધીમે ધીમે શાંત થવા લાગે છે.
અહી આકૃતિ માં ખાસ જુઓ કે સાઈઝમોગ્રાફને P મોજા દ્વારા પ્રથમ આંચકો મળ્યો પછી S મોજા કેટલા સમય પછી મળેલ છે? પ્રિન્ટ આઉટ માં નીચેના ભાગે સમય 0...10...20...., એ રીતે સેકન્ડમાં સમય દર્શાવેલ છે. આકૃતિ માં જોતા ખ્યાલ આવે છે કે P અને S મોજા વચ્ચે નો તફાવત 24 સેકંડ નો છે. 

હવે આકૃતિ માં જુઓ ,સેકન્ડ ની કોલમ માં 24 ના અંક પર માર્કિંગ કરેલ છે. કિલોમીટર બતાવતી ડાબી કોલમ મુજબ અંતર 215 કિલોમીટર બતાવે છે.માટે એક વાત નક્કી થાય કે આ ભૂકંપ નું એપીસેન્ટર 215 કિમી દુર હશે.

અહી સૌથી બળવાન મોજા નો કંપ વિસ્તાર જુઓ.કેમ કે રીક્ટર સ્કેલ તેના મુજબ નક્કી કરવામાં આવે છે.પ્રિન્ટ આઉટની આકૃતિમાં એમ્પલીટ્યુડ(કંપ વિસ્તાર) 23 મીલીમીટર હોવાનું જણાય છે.આકૃતિમાં એમ્પલીટ્યુડ(કંપ વિસ્તાર) બતાવતી કોલમ જુઓ અને ત્યાં 23 એમએમ સૂચવતો કાંપો છે તે ખાસ જુઓ.

હવે ફૂટપટ્ટી લઈને કિલોમીટર પ્રતિ સેકંડ ની કોલમ પર આંકેલા પોઈન્ટ અને બીજી બાજુ એમ્પલીટ્યુડ(કંપ વિસ્તાર) ના પોઈન્ટ વચ્ચે સીધી સળંગ લીટી બનાવો.ઉભી વચલી લીટીને તે આડી લીટી જ્યાં કાપે ત્યાનો અંક ભૂકંપનો મેગ્નીટ્યુડ બતાવે છે.અહી આકૃતિમાં બતાવ્યા મુજબ આ ભૂકંપ 5.0 નો રીક્ટર સ્કેલ બતાવે છે.

આમ ભૂકંપ પછી દરેક વેધ શાળાનો ડેટા સરખાવવામાં આવે છે અને એપીસેન્ટર નું ચોક્કસ સ્થાન જાણવામાં આવે છે.

No comments:

Post a Comment