Monday, February 29, 2016

S.S. UNIT TEST : 1 ધાર્મિક - સામાજિક નવજાગૃતિ JPG AND PDF AVAILABLE



PDF DOWNLOAD : CLICK HERE





AAJNU BUDGET :--બજેટ હાઇલાઇટ્સ... all information in brief


બજેટ હાઇલાઇટ્સ...
નાના કરદાતાઓને મોટી રાહતઃ પ લાખ સુધીની આવક ઉપર વધારાના ૩ હજારની છૂટઃ
      
      * આધાર કાર્ડના પ્‍લેટફોર્મ ઉપર સોશ્‍યલ સીક્‍યોરીટી
      
      * ખાતર સબસિડી સીધી બેંક ખાતામાં જમા કરવા કેટલાક જિલ્લામાં પાયલોટ પ્રોજેકટ હાથ ધરાશેઃ સરકારી લાભ સીધો ગરીબોને મળશે
      * સીનીયર સીટીઝન્‍સને રૂા.૧.૩૦ લાખનું હેલ્‍થ કવર
      
      * કર માળખામાં કોઇ ફેરફાર નહિ
      
      * સરકારી જનરલ ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીઓનું શેર બજારમાં લીસ્‍ટીંગ કરાશે
      
      * નાના મકાનો બનાવનારને ટેક્‍સમાં છૂટઃ પ્રથમવાર મકાન ખરીદનારને ટેક્‍સમાં છૂટ
      
      * બીડી સિવાઈ તમાકુના ઉત્‍પાદનો ઉપર ૧૦થી વધારી ૧૫%
      
      * પાન મસાલા તમાકુ ઉત્‍પાદનો મોંઘા થશે
      
      * કપડા મોંઘા થશે
      
      * પર્યાવરણમાં પ્રદૂષણને અંકુશમાં લેવા પેટ્રોલિયમ ચીજો (પેટ્રોલ - ડિઝલ) ઉપર ડયુટી આવશે
      
      * ૧૦ લાખથી વધુ કિંમતની મોટર મોંઘી થશે
      
      * આવકવેરા કાયદાના ૧ કરોડનાં ટર્ન ઓવર સુધી ઓડીટ ફરજીયાત હતુ તેની લીમીટમાં વધારો કરી બે કરોડ સુધીના ટર્નઓવર સુધી ઓડીટમાંથી મુકિત કરવામાં આવી પરંતુ ટર્ન ઓવરની ૮% સુધી આવક ગણી તેના પર ટેકસ લેવાશે : કંપનીઓના ટેક્ષ દર ૩૦%માંથી ૧%નો ઘટાડો થશે : જેથી હવે ૨૯% ટેક્ષ કંપનીની આવક ઉપર આવશે
       
    * પહેલીવાર ઘર ખરીદ કરનારને વ્‍યાજમાં છુટનું એલાન : ૫૦,૦૦૦ની છુટ મળશે
      
      * ભાડાના મકાનમાં રહેતા લોકોને ફાયદો : ૬૦,૦૦૦ સુધીનો ફાયદોઆયકર ટેક્ષ સ્‍લેબ યથાવત ૨ કરોડ સુધીના ટર્નઓવર પર
      ટેક્ષ છુટ  : સંપત્તિ વેંચીને સ્‍ટાર્ટ અપ શરૂ કરશે તો તેના પર કેપીટલ ગેઇન ટેક્ષ નહિ લાગે
      
      * ૫ લાખની આવક પર ટેક્ષમાં ૩૦૦૦નો ફાયદો
      
      * HRA ૨૫૦૦૦ વધારી ૬૦,૦૦૦
      
      * નવી હેલ્‍થ પ્રોટેકશન સ્‍કીમ : સીનીયર સીટીઝનને ૧.૩૦ લાખ પ્રતિ વર્ષનું હેલ્‍થ કવર અપાશે
      
      * હેલ્‍થ પ્રોટેકશન સ્‍કીમ હેઠળ પરિવાર દીઠ ૧ લાખનું વીમા કવચ અપાશે : જેટલી
      
      * 9વરિષ્‍ઠ નાગરિકોને વધારાના ૩૦,૦૦૦ રૂપિયાની સ્‍વાસ્‍થ્‍ય સેવામાં છૂટ મળશે : જેટલી
      
      * ડેરી ઉદ્યોગ માટે ૪ યોજનાઓ બનાવાશે : જેટલી
      
      * ૧લી મે ૨૦૧૮ સુધીમાં દેશના તમામ ગામોમાં વિજળી આપી દેવાશે : જેટલી
      
      * સરકારી બેંકો માટે ૨૫૦૦૦ કરોડનું ફંડ ડાકઘરોમાંATMની સંખ્‍યા વધારાશે
      
      * સ્‍ટાર્ટ અપને ટેક્ષમાં છૂટ મળશે
      
      * સરકાર તમામ જિલ્લા હોસ્‍પિટલોમાં રાષ્‍ટ્રીય ડાયાલીસીસ સેવા શરૂ કરાશે
      * કૃષિ ક્ષેત્ર માટે ૧૦૦ ટકા FDIની જાહેરાત

  સોનાના ઘરેણા મોંઘા થયાઃ દરેક પ્રકારની મોટરકાર મોંઘી : ડીઝલ કાર પર ૨.૫ ટકા
   અને એસયુવી કાર ઉપર ૪ ટકા વધારો : સિગરેટ - સિગાર મોંઘી
   
   * ૧૦ લાખથી વધુ કંપનીઓના ડિવિડન્‍ડ ધરાવનાર વ્‍યકિત તથા એચયુએફની ડિવિડન્‍ડ
   * આવક ઉપર પણ ૧૦ ટકા ટેક્ષ ભરવો પડશે જે અત્‍યાર સુધી કરમુકત હતી
    
   * ચાર્ટર્ડ એકાઉન્‍ટની પ્રેકટીશ કરનારા માટે માઠા સમાચારઃ ૧ કરોડને બદલે હવે ૨ કરોડ ઉપરના ટર્ન ઓવર માટે ઓડિટ કરાવવાનું રહેશે
   
   * તમામ સર્વિસ ટેકરા ઉપર ૦.૫% નવો કૃષિ કલ્‍યાણ કર લાગશે
   
   * પહેલીવાર મકાન ખરીદનારને રાહતઃ કિંમત ૫૦ લાખથી વધુ ન હોવી જોઇએ
    
   * દરેક ટેક્ષેબલ સર્વિસ પર કૃષિ કલ્‍યાણ સેસ ઝીંકાઇ

 દરેક નવા કર્મચારી માટે ૮.૨૫ ટકા વધારે ઈપીએફ હેઠળ : ૩ વર્ષ સુધી લાભ મળશે : ૧૫ હજાર સુધીના પગારની મર્યાદામાં લાભ
   
   ૧૬૦ એરપોર્ટનો વિકાસ કરાશે : ૨ બંધ એરપોર્ટ ચાલુ કરાશે
   
   ૧૦૦૦ કિલો મીટર લાંબો નવો હાઈવે
   
   રસ્તાઓના નિર્માણ માટે ૯૭ હજાર કરોડ રૂપિયા
   
   ફૂડ પ્રોડકટ્સમાં ૧૦૦ ટકા વિદેશી રોકાણને મંજૂર
   
   સ્કુલ - કોલેજના દરેક સર્ટીફીકેટ ડીજીટલ સ્વરૂપે મળશે
   
   રેલ્વેના વિકાસ માટે  ૨,૧૮,૦૦૦ કરોડની ફાળવણી
   
   નવા કર્મચારીઓનો પણ પ્રોવિડન્ટ ફંડ સ્કીમમાં સમાવેશ કરાશે : જેનું પીએફ સરકાર ભરશે
   
   એસસી-એસટી હબની સ્થાપના
   
   ઈપીએફ ઉપર સરકારની મોટી જાહેરાત : ૧૦૦૦ કરોડનું ફંડ આપશે : નવા કર્મચારીનું પીએફ સરકાર ભરશે
   
   કૃષિ ક્ષેત્રમાં ૧૦૦ ટકા ઈડીઆઈડીની મંજૂરી
   
   સેબી અધિનિયમ ૧૯૯૨માં સુધારા કરાશે
   
   બેન્કના NPA માટે RBIના કાયદા સુધારાશેઃ વધુ આકરા પગલા
   
   આધાર કાર્ડને સર્વ જગ્યાએ મુખ્ય ઓળખ તરીકે બનાવાશે
   
   એક ભારત શ્રેષ્ઠ ભારતઃ રાજય અને કેન્દ્ર સરકાર સાથે મળી વિકાસ કાર્યો કરશે : રાજય સરકારોને સાથે રખાશે
   
   અણુ વિજળી માટે ૩ હજાર કરોડ
   
   એક જ દિવસમાં કંપનીનું રજીસ્ટ્રેશન
   
   દાળનો બફર સ્ટોક કરાશે
   
   બજેટ રજૂ થવા વચ્ચે શેરબજારમાં મોટો કડાકો
   





Friday, February 26, 2016

DOWNLOAD CALL LETTERS FOR POST OF "JUNIOR ASSISTANT" | Advt No: GSSSB/201516/56


DOWNLOAD CALL LETTERS FOR POST OF "JUNIOR ASSISTANT"
Advt No: GSSSB/201516/56
▶▶DOWNLOAD
CALL LETTERS:
CLICK HERE

TABIBI SARVAR MATE SARKARI KARMCHARIYO MATE MANY HOSPITALS NI YAADI


TABIBI SARVAR MATE SARKARI KARMCHARIYO MATE MANY HOSPITALS NI YAADI

MEDICAL POLICY | TABIBI SARVAR | NIYAMO PARIPATRA | DATE: 24/8/2015


MEDICAL POLICY
TABIBI SARVAR
NIYAMO
PARIPATRA
DATE: 24/8/2015
● Total 43 Pages
▶▶ DOWNLOAD:
CLICK HERE

Educational News 26-02-2016


Educational News 26-02-2016
2..12..22.12.32.42.62.72.102.132.142.15212223242526

Thursday, February 25, 2016

એક વિશેષ જાહેરાત


=============
 (જરુર વાંચજો  )  
                         મિત્રૌ જે બાળકોના માતા પિતા અવસાન પામેલ હોય અને 0 થી 18 વર્ષ ની ઉંમર ઘરાવતા હોય અને અભયાસ કરતા હોય તેવા અનાથ અને નિરાધાર  બાળકો માંટે સરકાર
ની પાલક માતા પિતા યોજના શરુ છે.
......................
જે યોજના હેઠળ દર માસે રુ.1000 ની સહાય  મળવા પાતર છે.માટે આપના  વિસ્તાર માં,પરીચય માં કોઇ અનાથ બાળકો હોય તો આપ જરૂર સંપર્ક કરશો.
......................
આ સહાયનો લાભ ગુજરાતમાં રહેતા અનાથ બાળકો જ  લઇ શકે છે,
......................
તમારી આજુબાજુમાં કોઇ આવા બાળકો રહેતા હોય તો તેમના પાલકમાબાપને આની જાણ કરી કોઇકને સારું જીવન જીવવાની પ્રેરણા આપી તમો પણ  સહભાગી થઇ શકો છો સત્કાર્ય કરવા નમૃ વિનંતી..
......................
અા યોજના હેઠળ નીચે મુજબ ના કાગળો જરુરીછે
......................
(1)બાળક નો જનમ તારીખનો દાખલો,અાધાર કાઙ,બે પાસપોટૅ સાઇજ ના ફોટો
(2)બાળક નો પાલક માતાપિતા સાથેનો ફોટો
(3) આવકનો દાખલો(મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનો 37000થી વધુનો પાલક માતા અથવાપિતાના નામનો)
(4) માતા અને પિતાના મરણના દાખલા
(5)બાળકની બેંક passbook નકલ
(6)બાળકનો ચાલુ અભયાસનો દાખલો(શાળાના આચાયૅનૉ)
(7)પાલક માતા અથવા પિતાના આધાર કાઙ,ચુંટણીકાઙ,રેશનકાઙ,
વધુ માહિતી માટે સંપકૅ કરો(Nandaniya Bharat "Data analysis" District child Protection Unit- Gujarat Government)   (09725549797)
......................
નોંધ:-તમારી પાસે જેટલા પણ વોટ્સએપના ગ્રુપ હોય બધામાં ફોરવર્ડ કરવા વિનંતી..કોઇકને આંગળી ચીંધવાનું પણ પુણ્ય મળે છે...     આભાર સહ.....

CTET FEB 2016 ANSWER KEY :- सीटीईटी की उत्तर माला यहाँ देखें.



CTET FEB 2016 ANSWER KEY :- सीटीईटी की उत्तर माला यहाँ देखें.

SWACHCH BHARAT ABHIYAN NI PRAVUTTI MA BHAG LEVA BABAT, संयुक्त शिक्षण नियामक नो परिपत्र


वार्षिक परीक्षा प्रश्नपत्र सरंचना बाबत SABARKANTHA


Wednesday, February 24, 2016

સમયની કિંમત


એક હતા સાધુ મહાત્મા. દૂર જંગલમાં મઢૂલી બાંધીને રહે. આજુબાજુના ગામમાં એમની ભારે મોટી નામના. શરીરે વાઘનું ચામડું વીંટાળે. લોકો એમના આશીર્વાદ લેવા પડાપડી કરે. કોઈ કહેતું એમની ઉંમર દોઢસો વર્ષની છે. અમારા દાદાના દાદાએ એમને આવા જ જોયેલા. મહાત્માજી ભારે પવિત્ર. લોકોને ઉપદેશ આપે. લોકો તેમની વાત ધ્યાનથી સાંભળે. સુખદુ:ખમાં કેમ રહેવું તે જાણી આનંદ પામતા ઘેર જાય. આ મહાત્માજીનાં દર્શને એક પંદર વર્ષનો બ્રાહ્મણનો છોકરો આવે. તેનું નામ વેણીશંકર. વેણીશંકરના મા-બાપ મરી ખૂટેલાં. ઘેર એકલો. તેને મહાત્માજીની સેવા કરવાનું મન થયું.
એક દિવસ તેણે બાબાજીને કહ્યું : બાબાજી, મને તમારો ચેલો બનાવશો?’ મહાત્માજીએ ભોળા યુવાન સામે જોયું. ‘બેટા, તું હજી કુમળી વયનો છે. તારે હજુ સંસાર જોવો જોઈએ. લગ્ન કરવાં જોઈએ, પાછલી ઉંમરમાં સાધુ બનજે !’ પણ વેણીશંકરે તો સેવા કરવાની હઠ લીધી. મહાત્માજીએ છોકરા વિશે લોકોને પૂછપરછ કરી. વેણીશંકર એકલો જ હતો. મહાત્માજીએ એને ચેલા તરીકે સ્વીકાર્યો. વેણીશંકર ઘેર તાળું મારી મહાત્માજીની સેવામાં લાગી ગયો. રોજ મઢૂલીને વાળીઝૂડી સાફ કરે, પાણી ભરી લાવે, જંગલમાંથી ફળ-ફૂલ વીણી લાવે. ગુરુજી રોજ એક કલાક તેને ઉપદેશ આપે.
આમ દિવસો વીતી ગયા, વર્ષો પણ વીત્યાં. એક દિવસ ગુરુજીને થયું કે, હવે વેણીશંકરને પાછો મોકલવો જોઈએ. તેમણે વેણીશંકરને પાસે બોલાવી કહ્યું : ‘બેટા, હવે તારે તારા ગામ જવું જોઈએ.’ ગુરુજીની વાત સાંભળી તેને પોતાનું ગામ…તેનું ઘર સાંભર્યું. ઘેર જઈને ખાવું શું? તેને યાદ આવી ગયું કે ખરચી માટે ગુરુજીને વાત કરું. લોકો કહે છે કે ગુરુજી પાસે પારસમણિ છે. જે લોઢાને અડતાં જ સોનું બનાવી દે છે. જો પારસમણિ મળી જાય તો જિંદગીની નિંરાત થઈ જાય!
તેણે ધીરે રહીને વાત ઉપાડી : ‘ગુરુજી, મારી એક વિનંતી છે!’ ગુરુજી કહે, ‘બોલ…’
‘મને પારસમણિ આપો તો મારા સંસારનું ગાડું ચાલ્યું જાય.’ ગુરુજી થોડીવાર વિચારમાં પડી ગયા. પછી ધીરેથી કહે, ‘વેણી, જો તને બે દિવસ માટે પારસમણિ આપું છું. આજ માટે અને કાલ માટે. કાલ સાંજે હું પાછો લેવા તારા ઘેર આવીશ.’
વેણીશંકરને થયું કે, બે દિવસ તો ઘણા છે. અરે એક કલાક પણ મળે તોય બહુ કહેવાય! કેટલું લોઢું સોનામાં ફેરવી શકાય!’ તેણે હાથ જોડી ગુરુજીને કહ્યું : ‘ભલે, આપ કાલે સાંજે મારે ત્યાં પધારજો.’ ગુરુજીએ ઝોળીમાંથી પારસમણિ કાઢયો. તેની સામે ઘીનો દીવો પેટાવ્યો. ધૂપ-દીપ કરી થોડા મંત્રો ભણ્યા. સદગુરુને આ વિધિ કરતા જોઈ વેણીશંકર હાથ જોડી બેસી રહ્યો. થોડી વારમાં પારસમણિમાં દીવા જેવું તેજ પ્રગટ્યું. ગુરુજીએ તેને એક ડબીમાં રૂ સાથે મૂકી ડબી બંધ કરી આપી. ‘જો…આ ત્રણ દિવસે નકામો બની જશે. જે કરવું હોય તે કાલ સાંજ સુધીમાં કરજે. હું કાલ સાંજે આવી પાછો લઈ જઈશ.
વેણીશંકર પ્રણામ કરી વિદાય થયો. એનું ગામ જરા દૂર હતું. કંઈ વાહન હતું નહીં, તેથી ચાલતો ઘેર ગયો. પણ થાકી ગયો. બપોર પછી ઘેર પહોંચ્યો. ઘરને વાડીઝૂડી સાફ કર્યું. પછી તેણે વિચાર કર્યો કે, કયા લોખંડને પારસમણિ અડાડવો! ઘરમાં ઝાઝું લોખંડ નથી એટલે બજારમાં જઈ લોખંડનાં મણીકં લઈ આવું! દસેક મણીકાંને પારસમણિ અડાડીશું એટલે જિંદગીનું દળદર મટી જશે. એને થાકના લીધે ઊંઘ આવતી હતી, એટલે થયું કે લાવને જરા ઊંઘ ખેંચી લઉં, હજુ તો કાલનો આખો દિવસ બાકી છે.
જેવો સૂતો કે ઘસઘસાટ ઊંઘી ગયો. આંખ ખુલી તો સૂરજ આથમવા ગયો હતો. એણે ઝટપટ કપડાં પહેર્યાં. ઊપડ્યો બજારમાં. પણ નસીબ બે ડગલાં આગળ હતું. કોઈ તહેવારના લીધે ગામની બજારો બંધ હતી.
‘કંઈ વાંધો નહીં, કાલે બજારમાં આવીશ.’ આમ નક્કી કરી ઘેર ગયો. રસોઈ બનાવી જમ્યો, પછી ઊંઘી ગયો. બીજો દિવસ થયો. સવારમાં નાહી-ધોઈ પૂજામાં બેઠો. મોડેથી રસોઈ કરી. પછી બજારમાં નીકળ્યો. વેપારીને ત્યાં મણીકાંની તપાસ કરી. મણીક એટલે મણ. (વીસ કિલો જેટલું જૂનું કાટલું) એક જ દુકાને એને દસ મણનાં કાટલાં થોડાં મળે?’ બહુ બહુ તો બે કાટલાં હોય!
એક દુકાનદારે તેને પૂછ્યું : ‘કેમ મહારાજ, દસ મણીકાં તમારે શું કામ જોઈએ છે?’
‘મારે મણીકાં પૂજવાં છે !’ વેણીશંકરે મજાકમાં જવાબ આપ્યો.
‘તમને પૈસા ચૂકવીએ છીએ…..પછી શી પંચાત?’
દુકાનદાર કહે, ‘આ તો સહજ પૂછું છું! કહો તો બધી દુકાનેથી મણીકાં ભેળાં કરી પછી લારીમાં મૂકી મજૂર જોડે તમારે ઘેર મોકલું!’ ‘હા, તો પછી એમ કરો…ઘેર મોકલી આપો. હું ઘેર જ છું. તમારા ભરોસે કામ છોડું છું.’
‘તમતમારે બેફિકર રહો, જાવ.’ દુકાનદાર બોલ્યો. વેણીશંકર ગયો. એટલે દુકાનદાર પણ આડો પડ્યો. ગાદી પર બેસનાર પણ આળસુ હોય છે. સમય વહેવા લાગ્યો. સાંજ પડી ગઈ. વેણીશંકર હાંફળો-ફાંફળો દુકાનદાર પાસે આવ્યો. ‘અરે…મહારાજ હમણાં એકઠાં કરું. બીજી દુકાનેથી મંગાવતાં કેટલી વાર?’ સૂરજ આથમી જશે એ બીકે વેણીશકરે તાકીદ કરી. મજૂર બધી દુકાને ફરી વળ્યો. દસ મણીકાં એકઠાં થયાં. તેણે લારીમાં મૂકી ઘેર લાવ્યાં.
વેણીશંકર ઉતાવળો ઉતાવળો ઘેર પહોંચ્યો. પણ સમય વીતી ગયો હતો. સૂરજદાદા એમનું રતુંમડું મોં ધરતીની ગોદમાં છુપાવી ગયા. વેણીશંકરે ઝટપટ ઘીનો દીવો પેટાવ્યો. પારસમણિ કાઢી એક મણીકાંને અડાડી જોયો…પણ તે તો લોખંડનું લોખંડ રહ્યું. વેણીશંકરે કપાળ કૂટ્યું. એવામાં પેલા ગુરુજી આવી પહોંચ્યા. ‘વેણીશંકર સમય વીતી ગયો. પારસમણિ?’ વેણીશંકર ગુરુજીને પગે લાગ્યો. બધી હકીકત રડતાં રડતાં કહી સંભળાવી.
ગુરુજી કહે, ‘મૂરખ, તારા નસીબ આડેથી પાંદડું ન ખસ્યું. આજનું કામ કાલ પર ન કરાય! તને બે દિવસ મળ્યા હતા. ફટ ભૂંડા! પારસમણિને ઘરની ચીજો….લોખંડના કડાં, સાંકળ, ખીલા, ખીલીઓ, કોશ, પાવડો….જે મળે તેને અડાડ્યો હોત તો! પણ તું લોભમાં તણાયો. બધું જ ગુમાવ્યું. તારા લોભને થોભ નથી. વળી આજનું કામ અત્યારે જ કરવાની ત્રેવડ નથી. માટે તારાં કરમ ભોગવ. હવે પારસમણિ તો ફરીથી સિદ્ધ નહીં થાય. પણ આ લે સોનાની કંઠી…તેમાંથી આજીવિકા ચલાવજે!’ મહાત્માજી પારસમણિ લઈને વિદાય થયા.

180 Divas ni Prasuti ni raja babat, Upsachiv shikshan vibhag no paripatra


Sarkari Karmachari ne Kaya Rog maate ketli sahay male, Tabibi sarvar niyamo,1988 pramane teni mahatvani vigato.


Rajya Sarkarna Karmachari virudhdh FRI babat Upsachiv, Gruh vibhag no paripatra