સામાજિક વિજ્ઞાન, ધોરણ: 8, સત્ર: 2
પ્રકરણ - 1 ધાર્મિક-સામાજિક જાગૃતિ
પ્રશ્નપત્ર: A
કુલ પ્રશ્નો: 41 / કુલ ગુણ: 41
1.બ્રહ્મોસમાજના સ્થાપક કોણ હતા ?
2.રાજા રામમોહનરાયે બંગાળી ભાષામાં ક્યું સમાચારપત્ર શરૂ કર્યું હતું ?
3.ભારતમાં સતીપ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો ?
4.રાજા રામમોહનરાયે ફારસી ભાષામાં ક્યું સમાચાર પત્ર શરૂ કર્યું હતું ?
5.દયાનંદ સરસ્વતીએ મથુરામાં કોની પાસે હિંદુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો ?
6.દયાનંદ સરસ્વતીએ ક્યો ગ્રંથ લખ્યો ?
7.આર્ય સમાજની સ્થાપના કોણે કરી ?
8.હરદ્વાર પાસે 'કાંગડી' ગુરુકુળ કોણે સ્થાપ્યું ?
9.કોલકાતા નજીક આવેલા દક્ષિણેશ્વર મંદિરમાં કાલીમાતાના પૂજારી કોણ હતા ?
10.સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું ?
11.સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ શું હતું ?
12.સ્વામી વિવેકાનંદે યુ.એસ.એ.ના ક્યા શહેરમાં યોજાયેલી વિશ્વ ધર્મપરિષદમાં હાજરી આપી હતી ?
13.રામકૃષ્ણ મિશનના સ્થાપક કોણ હતા ?
14.સૈયદ અહમદખાને અને શરીઅતુલ્લાએ કયું આંદોલન ચલાવ્યું હતું ?
15.અલીગઢમાં મુસ્લિમ કૉલેજની સ્થાપના કોણે કરી ?
16.શીખોએ પાશ્ચાત્ય શિક્ષણ આપવા માટે કઈ કૉલેજની સ્થાપના કરી ?
17.કોના પ્રયાસોને લીધે અંગ્રેજ સરકારે ઇ.સ. 1891 માં લગ્ન માટે પુખ્ત વયનો કાયદો ઘડ્યો ?
18.ઇ.સ. 1857 માં પૂણેમાં કોણે કન્યાશાળા શરૂ કરી ?
19.સત્યશોધક સમાજના સ્થાપક કોણ હતા ?
20.'પંચમહાલ ભીલ સેવા મંડળ'ની સ્થાપના કોણે કરી હતી ?
21.'અખિલ હિંદ હરિજન સંઘ'ના મંત્રી તરીકે કોણે વર્ષો સુધી સેવાઓ આપી ?
22.સામાજિક અને ધાર્મિક સુધારણાનાં આંદોલનો શરૂ કરનાર સૌ પ્રથમ કોણ હતા ?
23.રાજા રામમોહનરાયનો જન્મ ક્યારે થયો હતો ?
24.રાજા રામમોહનરાયનો જન્મ ક્યાં થયો હતો ?
25.કઈ ઘટનાએ રાજા રામમોહનરાયને ખૂબ અસર કરી ?
26.રાજા રામમોહનરાયે કોલકાતામાં કઈ કૉલેજની સ્થાપના કરી ?
27.કઈ સાલમાં સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડાયો ?
28.કોના જાગીરી હક અંગેના કેસ બાબતે રાજા રામમોહનરાય ઈંગ્લૅન્ડ ગયા ?
29.કઈ સાલમાં રાજા રામમોહનરાયનું મૃત્યું થયું ?
30.રાજા રામમોહનરાયનું મૃત્યું ક્યાં થયું ?
31.દયાનંદ સરસ્વતીનો જન્મ કયાં થયો હતો ?
32.સ્વામી દયાનંદ સરસ્વતીએ કેટલા વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કર્યું ?
33.આર્યસમાજે હિંદુઓને હિંદુ ધર્મમાં પાછા લાવવા માટે કઈ ચળવળ શરૂ કરી ?
34.સ્વામી દયાનંદ સરસ્વતીએ વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિનાં દર્શન કર્યા તેથી તેમણે લોકોને શાનો બોધ આપ્યો ?
35.રામકૃષ્ણ પરમહંસનો જન્મ ક્યાં થયો હતો ?
36.સ્વામી વિવેકાનંદે કયું સૂત્ર ભારતીયોને આપ્યું ?
37.ગુજરાતમાં કઈ જગ્યાએ આર્યકન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવી ?
38.સર સૈયદ અહમદખાને કયું સામયિક શરૂ કર્યું ?
39.ઠક્કરબાપાનો જન્મ ક્યાં થયો હતો ?
40.અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સમાજસુધારણા માટે કઈ સભાની સ્થાપના કરી ?
41.ગુરૂદ્વારાઓમાં પ્રવેશેલાં દૂષણો દૂર કરવા માટે અને સારી વ્યવસ્થા માટે કઈ સમિતિ બનાવવામાં આવી ?
*****
આપના સૂચનો આવકાર્ય છે.....
આશિષ પટેલ...
એમ.એ.બી..એડ. (અંગ્રેજી)
No comments:
Post a Comment