Tuesday, March 8, 2016

ગુજરાતી સમાસ પરિચય


  • સમાસ એટલે સમ + આસ એટલે કે સાથે બેસવું. બે કે બેથી વધારે પદ સંયોજાઈ એક નવો એકમ રચે તો તેને સમાસ કહે છે.
  • સમાસનો હેતુ શબ્દોની કરકસર કરી વાતને સંક્ષેપમાં રજૂ કરવાનો છે.
  • બે પદોને વિભક્તિનો પ્રત્યય મૂકી છૂટા પાડવાની પ્રક્રિયાને સમાસનો વિગ્રહ કહેવામાં આવે છે.
  • સામાસિક શબ્દમાં આવતા પ્રથમ શબ્દને પૂર્વપદ અને દ્વિતીય શબ્દને ઉત્તરપદ કહેવામાં આવે છે.
  • પૂર્વ એટલે પહેલું પદ  અને ઉત્તર એટલે બીજું પદ.
૧. દ્વંદ્વ સમાસ :-
  • બંને પદોનું સરખું મહત્વ હોય છે.
  • વિગ્રહ કરતી વખતે અને, તથા, યા,અથવા,કે જેવા સંયોજનો આવે છે.
  • દ્વંદ્વ સમાસ જોડકું જ હોય છે.
ઉદાહરણો:-
આબોહવા      નફોતોટો       ધનુષબાણ     ગાંડીઘેલી      માબાપ        દંપતી         
અસ્તવ્યસ્ત    ગુરૂશિષ્ય       અંજળ         ઉમાશંકર       તેજીમંદી       સ્ત્રીપુરૂષ
હાથપગ        ઊંચનીચ      ખેંચતાણ       રાગદ્વેષ        સોયદોરો       તારટપાલ
સોનુરૂપું        વેશટેક         વેરઝેર         હષ્ટપુષ્ટ       નરનારી         દવાદારૂ
રાધાકૃષ્ણ      સ્નેહશોર્ય       નિશદિન       શાકભાજી      ભૂલચૂક        શિવપાર્વતી
અહર્નિશ        ખટમીઠાં       સૂનમૂન        રેવાશંકર       હિલચાલ       શરસંધાન
બેચાર         આપલે         ડગુમગુ        દિકકાલ        મોજમજા       સંકલ્પવિકલ્પ

૨. દ્વિગુ સમાસ :-
  • પૂર્વપદ ચોક્કસ સંખ્યાદર્શાવતું હોય છે. જેમ કે પંચવટી – પાંચ વડનો સમૂહ.
  • ઉત્તરપદ સંજ્ઞા હોય` છે. જેમ કે પંચવટી – પાંચ વડનો સમૂહ.
ઉદાહરણો:-
નવરાત્રી       ત્રિકોણ         ત્રિલોક         પંચામૃત       પ્રાક્ષિક         ચોમાસું
પંચવટી        પંચદેવ        ત્રિદેવ          ત્રિશૂલ         ચતુર્ભુજ        દશેરા
સપ્તાહ         નવરંગ        સપ્તપદી      ચોખંડ          ચોધાર         ખટરસ
સપ્તર્ષિ        પંચાગ         ત્રિભુવન        દ્વિમુખ          નવનિધિ       ત્રિરંગો
શતદલ        પખવાડિયું     ચોમાસું        દશાનન
૩. કર્મધારય :-
  • પૂર્વપદ ઉત્તરપદના વિશેષણ તરીકે કાર્ય કરે છે. દા.ત.- શ્યામવર્ણ ( શ્યામ એવો વર્ણ)
  • મહાથી શરૂ અને રૂપીથી વિગ્રહ થાય છે.
  • રૂપી,એવા,તેવું,જેવું,એવી જેવા શબ્દોમાંથી ગમે તે એક શબ્દ આવે ત્યારે કર્મધારય સમાસ બને છે.
ઉદાહરણો:-
મહાસિદ્ધિ       ભક્તિપદારથ  ભૂતકાળ        ઉપવસ્ત્ર        હરિવર         લંબગોળ
દુકાળ          પાણીપોચું     મધ્યરાત્રી      ભરપેટ         વરદાન        એકમાત્ર
મહાપુરૂષ      તીર્થોત્તમ       જ્ઞાનબોધ      અમરવેલ      દીર્ઘદ્રષ્ટ્રી       મહોત્સવ
શશીમુખ       મહાશાળા      નાલાયક       પરદેશ         દેહલતા        વાગ્બાણ
અમૃતઝરા     જ્ઞાનસાગર     નરસિંહ         સમભાવ       સજ્જન        પ્રતિકૃતિ
ઘનશ્યામ      સ્ત્રીરત્ન         મહારાજ       સૂર્યદેવ        જ્ઞાનદીપ       ભાષાંતર
મહર્ષિ          કાજળકાળી    સદાચાર       દેશાંતર        સ્નેહરશ્મિ      નવયુગ
પરમેશ્વર       મહાત્મા        યમરાજ        દરિયાદેવ      અધમણ       કુમાર્ગ
હાસ્યબાણ     ભાવનગર     દુર્ગુણ          સુરસરિતા      સ્વભાવ        સત્સંગ
સુધારણા       જ્ઞાનજયંતી    ખટરસ         મહાકાલ       ભવાટવી       નવલાખ
ષડરિપુ        નામમાત્ર      અન્નદેવ        હષ્ટપુષ્ટ       ત્રિભુવન        પીતાંબર
રૂપાંતર        શીતોષ્ણ       માતૃભોમ       પટરાણી       મડાગાંઠ       કન્યાકુમારી
માયાજાળ      વ્રજાઘાત       રામેશ્વર        પાનબાઈ      મુખ્યમંત્રી      પૂજયભાવ
સુધારણા       સ્મુતિપટ       એકાંત         લક્ષ્મીદેવી     કન્યાકુમારી    દીર્ઘદ્રષ્ટિ
સ્વભાવ        ગંગાસતી      મધરાત        મણિબા        રામેશ્વર        મહાશાળા
માયાજાળ      પરમમિત્ર      સૌભાગ્ય       મહારાજ       ગાયમાતા     દુર્જન
શિવાલય       વાતાવરણ     પરોપકાર      મહારાજા       ખટરસ         ચોમાસું
પરમાર્થી       ષડરિપુ        કાજલઘેરું      ભવાટવી       હીનકર્મ        સતગુરૂ
રૂપાંતર        પંચવટી        માતૃભોમ       ત્રિભુવન        હષ્ટપુષ્ટ       પંચાગ
મહર્ષિ          અઠવાડિયું     મહાવીર       જ્ઞાનદીપ       નામમાત્ર      પરદેશ
સદગતિ        દરિયાદેવ      કલરવ                
૪. બહુવ્રિહી સમાસ:-
  • સમાસમાં આખું પદ વિશેષણ તરીકે વપરાય છે. અને જેનો વિગ્રહ કરતી વખતે જેમનામાં તેમનામાં ,જેમને તેમને,જેવું તેવું માંથી ગમે તે એક સર્વનામ મૂકવામાં આવે છે.
  • બહુવ્રિહી સમાસ હંમેશા વિશેષણ તરીકે ઓળખાય છે.
  • દા.ત. શ્વેતાંબર – શ્વેત ( સફેદ) છે જેના અંબર (વસ્ત્ર) તે.
 ઉદાહરણો:
ચતુર્ભુજ        નિસ્પૃહ         નિરક્ષર        નાખુશ           રસિક           નિરાધાર
સૂર્યમુખી       ધૂમકેતુ         ચક્ષુ:શ્રવા      અણખૂટ        હરખઘેલા      તપોધન
પુણ્યશ્લોક     પ્રજ્ઞાચક્ષુ       હતાશ         વિધૂર          ચક્રપાણિ       ચતુરંગી
નિર્મળ         દામોદર        સાવધાન      પ્રજ્ઞાચક્ષુ       નીલકંઠ        નવરંગી
વિરાટકાય     સ્થિતપ્રજ્ઞ      નિર્બળ         રંગબેરંગી      હનુમાન        વિખૂટાં
સત્યવાદી      આદિવાસી     નિર્જન        અવિનાશ      મયૂરવાહિની   અગણિત
દુંદાળો         બહુરૂપી        નિરાશ         અશ્વત્થ         કૃતાર્થ          અમંગળ
સવિનય        નમાંયા        સધવા         દામોદર        સર્વજ્ઞા         અખંડ
અજાણ         મૃગનયની     ઉદગ્રીવ        ક્ષણભંગુર      નખશિખ       ચીંથરેહાલ
અજાણ         સુકેશી          મહાસર્જક      નિ:સ્પૃહ        અમૂલ્ય        નિર્દય
પંકજ           ગજાનન       પાણીપંથો      અજાતશત્રુ     પદ્મનાથ       ખ્યાતનામ
અનુપમ        અવિનાશી     ગજગામી      નિષ્ફળ         કારાગૃહ        મૂશળધાર
અમૂલખ       મહામૂલો       સાવધાન      નોંધારી        અદીઠાં         અપરંપરા
મોરપીંછ       ગજાનન       આત્મજ્ઞાની    નિરક્ષર        અનુપમ        અંતર્મુખી
વિધૂર          સવિનય        કમનસીબ      વ્યર્થ           ધૂમકેતુ         નિર્ધન
એકરાગ        મૃગનયની     મહામૂલો       બેફીકર         નિષ્ફળ         તપોવન
સ્થિતપ્રજ્ઞ      અમંગળ       વિખૂટાં         ગજેન્દ્ર         અશ્વત્થ         ઉદગ્રીવ
સુરભિસુત      અબળા        બહુરૂપી        અનિષ્ટ        સાર્વજનિક     અહિંસા
ચંદ્રશેખર       કૃતાર્થ          દેવાંશી         સાહિત્યરસિક   શાંતિપ્રિય      કુમારિકા
વિયોગ         વિધવા         અમંગલ       અપૂર્વ          બંદીવાન       સત્યવાદી
લઘુપુરુષ      સુંદરવન       મહાબાહુ       તીર્થોત્તમ       નખશિખ       ક્ષણભંગુર  
૫.મધ્યમપદલોપી સમાસ :-
  • પૂર્વ પદ અને ઉત્તરપદ વિભક્તિના પ્રત્યયોથી જોડાયેલ હોય છે.
  • વચ્ચેનું પદ લુપ્ત થયેલું હોય છે., વિગ્રહ વખતે તે પદ મુકાય છે.
  • પૂર્વ પદ અને ઉત્તરપદ વચ્ચે વધારાના પડો ઉમેરાય છે. દા.ત.- મરણપોક = મરણ વખતે મુકાતી પોક , દીવાદાંડી = દીવો બતાવતી દાંડી
ઉદાહરણો:
ધારાસભા       ગણવેશ                મૂર્ખવિદ્યા               તપશ્વર્યા       વિજયધ્વજ 
દવાખાનું       ઘોડાગાડી              વર્તમાનપત્ર           શિષ્યવૃત્તિ      આગગાડી
વિદ્યાલય      સિંહાસન               વૃંદાવન                દીવાદાંડી      પ્રમાણપત્ર
ટપાલપેટી    લોકગીત               હાથરૂમાલ             દહીવડા        કલ્પવૃક્ષ
કંચનચૂડો      દાળચોખા              મરણપોક              દીવાસળી      નરહરિ
બ્રહ્મભોજન    દુ:ખવિયોગ        ફૂલડાં-કટોરી           અમૃતઝારી    લોકસભા
શિલાલેખ    આમંત્રણપત્રિકા    શાંતિનિકેતન           મર્મવચન      માનવકૃતિ
ઘરધંધો       સૂર્યમુખી               ભજનમંડળી           વિજ્યસેના     પાયદળ
પૂરણપોળી    લોકવાયકા             રાહતકાર્ય              મધુપુષ્પો      આગબોટ
પાપાચોરી    આવકવેરો             વરાળયંત્ર              કામધેનું        ઘરજમાઈ
ચિત્રકલા      હાસ્યબાણ             ચિંતામણી              અગરબત્તી     રાહતકાર્ય
સૌદર્યધામ   ભજનમંડળી        જકાતનાકું             બોધિવૃક્ષ       રંગભૂમિ
વ્રુંદાવન      સ્વયંવર               શૌર્યગીત              કામધેનું        સ્થિતપ્રજ્ઞ
કઠપૂતળી    દાનપેટી               કચરાપેટી              કુળદેવી        પ્રમાણપત્ર
મેઘધનુષ્ય     વરાળયંત્ર          ધારાસભ્ય              સહનશક્તિ     ટિકિટબારી
હર્ષનાદ      રાજીનામું              મંગળસૂત્ર              સિંહાસન       હાથરૂમાલ
મિલમજૂર    સભાગૃહ               મરણપથારી           સંસ્કૃત         મહત્વકાંક્ષા
પૂરણપોળી    રાજસત્તા               પોસ્ટકાર્ડ               પ્રેમાનંદ
૬. ઉપપદ સમાસ :-
  • પૂર્વપદ નામના અર્થનું સૂચન કરતુ હોય અને ઉત્તરપદ કામના અર્થનું સૂચન કરે છે.
  • ઉત્તરપદ ક્રિયાધાતુ હોય છે. વિગ્રહ કરતી વખતે નાર, નારી, વાળી શબ્દ આવે છે.
  • ઉત્તરપદમાં જ,દ,સ્થ,ઘર,કર,હર,કાર,રાખું દા.ત.-ગૃહસ્થ –ગૃહમાં રહેનાર ,
ઉદાહરણો:
મનોહર        અમલદાર     પંકજ           પગરખું        જશોદા         ગ્રંથકાર
ધર્મજ્ઞ          કૃતજ્ઞ          કથાકાર        હરામખોર      વસુધા         ગોપાલ
ગોવિંદ         નર્મદા          ભયંકર         કાર્યકર         અનુજ          ક્ષિતિજ
તટસ્થ         પૂર્વજ          જ્ઞાનદા         કંઠસ્થ          સુવર્ણકાળ     કૃષિકાર
વ્યાજખાઉ     છાતીફાટ       મોહક          રણછોડ        સત્યવાદી      ડંકાધારી
તત્વજ્ઞ         ગળાબૂડ       રોચક          હૈયાફાટ        ગિરિધર        સાવધાન
અન્નપુર્ણા       સેવક           આયુધધારી    વંશજ          ખગ            મણીઘર
ચિત્રકાર        માર્ગદર્શક      આદિવાસી     મનભર       ભયંકર        ગ્રંથપાલ
માથાફોડ       સરોજ          સુધાકર        કદરદાન       પ્રેમદા          સત્યવાદી
ઉદ્ધારક         વિષઘર        પ્રયોદ          બંસીધર        દિનકર         ગિરધર
મુરલીધર      નીરદ          મોક્ષદા         ગગનભેદી     મોહક          ચિત્તભેદક
સ્વર્ગસ્થ        સર્વજ્ઞ
૭. તત્પુરૂષ સમાસ :-
  • જે સમાસમાં પૂર્વપદઅને ઉત્તરપદ વિભક્તિના પ્રત્યયથી જોડાયેલાં હોય છે.
  • પ્રત્યય ;- ને,થી, થકી, વડે, માટે, નો, ની, નું,માં, પર
  • વિગ્રહ કરતા ‘ ને’ આવે તો કર્મ તત્પુરૂષ
  • વિગ્રહ કરતા ‘ થી, વડે ’ આવે તો કરણ તત્પુરૂષ
  • વિગ્રહ કરતા ‘ માટે ’ આવે તો સંપ્રદાન તત્પુરૂષ
  • વિગ્રહ કરતા ‘ નો, ની,નું, ના’ આવે તો સંબંધ તત્પુરૂષ
  • વિગ્રહ કરતા ‘ માં પ્રત્યે ’ આવે તો અધિકરણ તત્પુરૂષ
  • દા.ત. :- ગર્ભશ્રીમંત – ગર્ભથી શ્રીમંત
ઉદાહરણો:
નંદકુંવર       મતભેદ        રાજમહેલ      વિધાર્થી        શિવાલય       પત્રવ્યવહાર
માનવજીવન   પ્રેમવશ        કર્માધીન       સ્વાધીન       પ્રેમાધીન      સજાપાત્ર
તૃષાતુર        યુધિષ્ઠિર       પ્રખ્યાત        રસભીનું        મંત્રમુગ્ધ       ચિંતાતુર
દયાપાત્ર       યજ્ઞવેદી       દેશદાઝ        દેવાલય       ફૂલહાર         કવિવર
તોપખાનું      શોકગ્રસ્ત       પુત્રજન્મ       માધવ         સ્નેહભીની      વનવાસ
પદભ્રષ્ટ        ભયંકર         સર્પદંશ        ઘોડેસવાર      પ્રગતિ         નપુસંક
સ્નેહભીનાં      આબરૂ         સૂત્રોચ્ચાર      શિવાલય       વાતાવરણ     હરખઘેલા
સુગંધ          અજ્ઞાન         નાલાયક       લોકપ્રિય       કન્યાશાળા     નંદકુંવર
નૌકાવિહાર     ધર્મભ્રષ્ટ       કાર્યદક્ષ        વિદ્યાલય       રંગભૂમિ        વરમાળા
વસુંધરા        પ્રત્યાઘાત      વિશ્વભર        પ્રભુપ્રીતિ       ભયમુક્ત       રામવિજય
સુરભિસૂત      સ્ત્રીપાત્ર        ગજેન્દ્ર         વૃક્ષપ્રીતિ       મમતાભરી     સોનામહોર
ધનુષકોડી      તામ્રપત્ર       વિવેકાનંદ      હારબંધ        પિયરઘર       માનવસેના
દેવમંદિર       ઘટમાળ        યાત્રાધામ      સમુદ્રકાંઠે       ધરાતલ        પૂજાથાળ
ચરણરજ       દેશસેવા        મોહાંધ         જન્મસિદ્ધ       કાર્યકુશળ      લગ્નવેદી
સ્નેહવર્ષા       મતભેદ        અક્ષર          રાષ્ટ્રધ્વજ      લોકસેવક      કાર્યકર્તા
મનોબળ       શરદપૂર્ણિમા   નવયુવક       રાજ્યતંત્ર      માતૃભક્ત      લોકલાજ
ભૂતળ          ઉપપદ         હરિજન         બ્રહ્મલોક        નામાંકિત      વનશ્રી
વાચનખંડ     પરાધીન       મતભેદ        રજાચિઠ્ઠી       સંસારસેવક    યંત્રયુગ
લોકપ્રિય       ફૂલવાડી       કાર્યદક્ષ        માનવજીવન   સોનામહોર     ગામધણી
રાષ્ટ્રભાષા     સ્વતંત્ર `       સંસારસેવક    ભગિનીપ્રેમ     
૮.અવ્યવીભાવ સમાસ :-
  • પૂર્વપદ અવ્યય હોય, અને ઉત્તરપદ નામ હોય ત્યારે આ સમાસ બને છે.
  • પૂર્વપદમાં ‘ યથા, આ, ઉપર અઘો જેવા અવ્યયો હોય
ઉદાહરણો:
આજન્મ        પ્રતિપળ       યથાશક્તિ      પરોક્ષ          પ્રત્યક્ષ         આજીવન
યથાર્થ         દરરોજ         પ્રતિદિન       પ્રતિવર્ષ        પ્રત્યેક         અબાલવૃદ્ધ 

7 comments:

  1. ખત રસ કર્મ ધારય અને dvigu બન્ને સ્માસ માં આપ્યો છે explain કરશો how it possible

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. Replies
    1. ખટ એટલે ખાટો અને છ તેથી ખાટો તો કર્મધારય અને છ એટલે અંક તો દ્વિગુ

      Delete
  4. આબરૂ નો વિગ્રહ કરી આપો

    ReplyDelete
    Replies
    1. પોતાની પ્રતિષ્ઠા

      Delete
  5. સરોજ નો વિગ્રહ??

    ReplyDelete