Thursday, September 10, 2015

Two WhatsApp account if you have dual sim phone fun to use the NEW Trick

મોબાઈલ મેસેજિંગ એપ વોટ્સએપથી તો ભાગ્યે જ કોઈ અજાણ હશે. સ્માર્ટફોનના વપરાશકારો માટે આ એપ આશીર્વાદ સમાન છે. જોકે ડ્યુઅલ સિમના ફોન વાપરનારા માટે એ પ્રશ્ન ઊભો રહે છે કે  જો બે સિમ વાપરતા હોઈએ તો વોટ્સએપના બે એકાઉન્ટ્સ કેવી રીતે હેન્ડલ કરી શકાય. એક જ ડિવાઈસમાં બે કાર્ડ અને બે વોટ્સએપ એકાઉન્ટ જો રાખવા હોય તો તેના માટે પણ એક રસ્તો છે. અત્યાર સુધી તો આપણે એક ફોનમાં એક જ વોટ્સએપ એકાઉન્ટ રાખી શકતા હતા, પરંતુ એક એવી એપ છે કે જેનાથી બે વોટ્સએપ એકાઉન્ટ બનાવી શકાય છે. આ એપના યુઝ માટે ફોન ડ્યુઅલ સિમ હોવો જરૂરી છે. SwitchMe નામની આ એપથી તમે તમારા ડ્યુઅલ સિમ ફોનમાં બે વોટ્સએપ એકાઉન્ટની મજા લઈ શકશો.

આ માટે સૌપ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ અને SwitchMe એપ ડાઉનલોડ કરો. ત્યારબાદ એપની મદદથી બે નંબરો પર વોટ્સએપ એકાઉન્ટ બનાવો. આ એપની મદદથી બે એકાઉન્ટની સાથે સાથે ડેટા સ્ટોરેજની સુવિધા પણ પ્રાપ્ત થાય છે.  આ એપનો ઉપયોગ કરતા પહેલાં એક ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે જે ફોનમાં તમે એપ ડાઉનલોડ કરો તે ફોનની ઈન્ટરનલ મેમરી વધુ હોવી જોઈએ.


No comments:

Post a Comment