હાલના સમયમાં ઘણા લોકો બ્લોગ બનાવે છે. પણ તેમને પુરતી જાણકારી ન હોય આથી તેઓ આકર્ષક બ્લોગ નથી બનાવી શકતા. તમારે બ્લોગ બનાવવો હોય અથવા તમારો બ્લોગ હોય તો તેમાં અમુક વસ્તુ ઉમેરવા માટે એક જ ઉપયોગી પોસ્ટ અહી મુકેલ છે.
તો જુઓ નીચે અને જાણો :-
■ બ્લોગ કેવી રીતે બનાવશો ?
તમારે નવો બ્લોગ બનાવવો હોય તો તેના માટે એક PDF બુક ભરત ચૌહાણની સચિત્ર મુકેલ છે અને બીજો ગુજરાતી વિડીયો જે એજ્યુસફરે બનાવેલ છે.
- PDF બુક (56 પેજ ચિત્રો સાથે) - અહી ક્લિક કરો
- ગુજરાતી વિડીયો :- અહી ક્લિક કરો
- તમે મુકેલ દરેક પોસ્ટમાં Label જરૂર મુકો. આ Label એટલે એક પ્રકારનું ફોલ્ડર. હવે તમારા બ્લોગને વધુ આકર્ષક બનાવવા માટે તેની ડિઝાઈન બદલવા આ પ્રમાણે જાવ Template → Customize → તેમા છેલ્લો ઓપ્શન.
■ HTML ને એડીટ કરીને આ વસ્તુ ઉમેરો :-
- અહી તમામ txt ફાઈલમાં કોડ અને તેને કઈ રીતે મુકવા તેની માહિતી મુકેલ છે. જે જરૂર હોય તેના કોડને સુચના મુજબ મોકલો.
- તેના માટે Template → Edit HTML માં જાવ. તેમાં બોક્સમાં અંદર ક્લિક કરી Ctrl+F માં જઈને તમને જે શબ્દ શોધવાનું કહ્યું તે નાખો અને કોડ ઉમેરો. કોડ માટે નીચે જુઓ.
1. તમારા બ્લોગમાંથી Powered by Blogger કેમ દૂર કરશો ?
- કોડ માટે :- ક્લિક કરો
2. બ્લોગમાં નીચે પેજ નંબર કેમ મુકશો ?
- કોડ માટે :- ક્લિક કરો
3. બ્લોગમાં દરેક પોસ્ટ નીચે Releted Post કેમ ઉમેરવી ?
- કોડ માટે :- ક્લિક કરો
■ Add Widget કરીને આ વસ્તુઓ ઉમેરો :-
Widget ઉમેરવા માટે બ્લોગ મેનુમાં આ મુજબ જાવ Layout → Add gedgets/widgets → HTML java script અને પછી નીચેના કોડ. અહી પણ અંદર સુચના હશે.
1. ફેસબુકનો લાઈક બોક્સ કેમ ઉમેરવો ? (મારા આ બ્લોગમાં છે)
- કોડ માટે :- ક્લિક કરો
2. બ્લોગમાં હાલ ઓનલાઈન કેટલા છે તે જોવા માટે ?
- કોડ માટે :- ક્લિક કરો
3. બ્લોગમાં side bar મા Recent Post કઈ રીતે ઉમેરવી ?
- કોડ માટે :- ક્લિક કરો
4. બ્લોગમાં ચાલતા અક્ષરની પટ્ટી કેમ મુકવી ?
- કોડ માટે :- ક્લિક કરો
■ બ્લોગના ટાઈટલને વચ્ચે કેમ લેવું?
બ્લોગના ટાઈટલ કે ઈમેજને વચ્ચે રાખવા માટે તમારે એક કોડ ઉમેરવો પડશે. આ કોડ તમારે ઉમેરવા બ્લોગ મેનુમાં આ પ્રમાણે જાવ. Template → Customize → સૌથી નીચે → તેમા પણ નીચે જતા Add CSS code હશે ત્યા નીચેનો કોડ મુકી દો.
- કોડ માટે :- ક્લિક કરો
બ્લોગને લગતી અન્ય માહિતી બાકી છે જેમાં બ્લોગની ડિઝાઈન, બ્લોગમાં કોઈ ફાઈલ કેમ મુકવી, મોબાઈલમાંથી પોસ્ટ કેમ મુકવી, બ્લોગમાં કોપીરાઈટ લાયસન્સ કેમ મુકવુ તે બધુ થોડા દિવસમાં પોસ્ટ કરીશ. તો તેના માટે જોતા રહેજો.
- ઉપરની પોસ્ટની બીજી કોઈ મુશ્કેલી હોય તો નીચે Comment box મા લખવા વિનંતી.
This comment has been removed by the author.
ReplyDeleteWhats app, Facebook,Twitter mukva mate ni mahiti aapo.....biju blog pr advertisements kai rite mukvi teni pn Tahiti aapo...sir...
ReplyDeleteGood job
ReplyDelete