Sunday, March 27, 2016

PART 2.

નમસ્કાર...
બ્લોગર મિત્રો કે જેમને પોતાનો નવો બ્લોગ શરૂ કર્યો છે તેમના માટે ખાસ પોસ્ટનો બીજો ભાગ અહી મુકેલ છે. આ અગાઉ ઘણી બધી માહિતી ધરાવતો ભાગ આગળ પોસ્ટ કર્યો છે.
તે પોસ્ટ વાંચવા માટે :- અહી ક્લિક કરો

(1). બ્લોગર ડિઝાઈન/ટેમ્પલેટ :-
લગભગ 80% બ્લોગર મિત્રો બ્લોગરમાં આવતી સાદી ડિઝાઈન વાપરે છે. પણ ઈન્ટરનેટ પર તેનાથી સારી ડિઝાઈનો ફ્રિ માં ઉપલબ્ધ છે. તે xml ફાઈલ હોય છે. તેને ડાઉનલોડ કરો. પછી તમારા બ્લોગમાં અપલોડ કરો. વેબસાઈટ લુક આપો. અપલોડ માટે બ્લોગ મેનુ → Template → ઉપરના ખૂણે backup & restore
આટલું કરતા એક બોક્સ ખુલશે તેમાં Download your template માં જઈ પહેલા ડાઉનલોડ કરી લો. પછી Upload માં જઈ તમારી xml ફાઈલ અપલોડ કરો.
→ હવે ડિઝાઈન માટેની વેબસાઈટ નીચે મુકેલ છે, મન થાય તે ડાઉનલોડ કરો.
1. www.btemplates.com
2. www.newbloggerthemes.com
3. www.gooyaabitemplates.com

→ નોંધ - અહી નવી ડિઝાઈનમાં મેનુ મુકવા માટે edit html માં જઈ ત્યાં લીંક મુકવી પડશે તો જ મેનુ નવા આવશે.

(2). મોબાઈલમાંથી પોસ્ટ કેમ મુકવી? :-
→ઘણા મિત્રો નથી જાણતા પણ મારા પાસે કમ્પ્યુટર નથી. હું મારું તમામ કામ અને પોસ્ટ મોબાઈલની મદદથી મુકું છું!!!!!!! તો તેના માટે ઘણી એપ્સ Playstore પર હાજર છે. ડાઉનલોડ કરવા નીચે જુઓ.
1. Blogger એપ :- ડાઉનલોડ
2. Blogaway એપ :- ડાઉનલોડ
3. Bloggeroid એપ :- ડાઉનલોડ

(3). બ્લોગમાં મુકો આ લાયસન્સ :-
→ બ્લોગના તમારા મટીરીયલને સુરક્ષિત રાખવા તેમાં લાયસન્સ મુકો (જો તમારું મટીરીયલ હોય તો!!!!). અહી હું તમને CC એટલે કે Creative Commons લાયસન્સ રાખવાનું કહીશ. મારા બ્લોગમાં નીચે આ લાયસન્સ છે જ. આ લાયસન્સ મુજબ તમે બ્લોગનું કોઈપણ લખાણ કે ફાઈલ કોપી કરી શકો છો, તેને અપડેટ કરી નવી ફાઈલ બનાવી શકો. પણ તેના માટે મૂળ કન્ટેન્ટ ક્યાંથી લીધેલ છે તે દર્શાવાવું ફરજીયાત છે અને મંજૂરી લેવી ફરજીયાત છે. આપણે ઘણા લોકો સીધી કોપી કરે છે તે તેમને મોઘું પડી શકે.
તો લાયસન્સનો કોડ મુકો અને વધુ જાણો :-અહી ક્લિક કરો

બીજી માહિતી માટે Comment box માં જરૂર લખો. જોતા રહો આ વેબસાઈટ

No comments:

Post a Comment